હાલ નદીઓ ભરપૂર છે ત્યારે સોમનાથ નજીક આવેલ ત્રિવેણી સંગમ ખાતે એક આધેડ મહિલા ડૂબી રહી હોય જેની જાણ સંગમ પર ફરજ બજાવનાર હોમગાર્ડ જવાનોને થતા તેણે તુરંત બનાવની જાણ પોલીસ વિભાગને કરી. પળભરનો પણ વિલંબ કર્યા વિના પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનના ત્રણ જવાનો યુનિફોર્મમાં જ ત્રિવેણી સંગમમાં કૂદી પડ્યા હતા અને વહેણમાં તણાતી મહિલાને સલામત રીતે કિનારે લાવી બચાવી લેવાઈ હતી. આ બનાવથી ગીર સોમનાથ ના પ્રભાસ પાટણ પોલીસના જવાનોને ઉપસ્થિત યાત્રિકોએ ખૂબ જ બિરદાવ્યા હતા…