પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરનું મહાત્મ્ય પુરા વિશ્વમાં વિખ્યાત છે, પરંતુ સોમનાથ મંદિર પરિસરમાં જ બિરાજમાન અતી પૌરાણીક શ્રી કપર્દી વિનાયક ગણેશજી ભક્તોની તમામ મનોકામના પૂર્ણ કરવા માટે વિશેષ રૂપે પૂજાય છે. શ્રી ગણેશજીના પૌરાણિક કપર્દી વિનાયક સ્વરૂપને કષ્ટો હારવા માટે અને અષ્ટસિદ્ધિ અને નવનિધિના દાતા તરીકે ભક્તો પૂજે છે. ત્યારે અત્યાર સુધીનું શ્રી ગણેશજીની અર્ચનાનું નું સૌથી મોટું અનુષ્ઠાન સોમનાથ તીર્થમાં તા.07/જૂન/2023 થી પ્રારંભ થયેલું છે. દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં ધાર્મિક ચેતનાનો પ્રસાર કરતા શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા જનકલ્યાણની કામના સાથે ટ્રસ્ટના સચિવશ્રી યોગેન્દ્રભાઇ દેસાઇના માર્ગદર્શન હેઠળ શ્રી ગણપતિ અથર્વશીર્ષ મહાઅનુષ્ઠાન ગત 7 જૂનથી પ્રારંભ કરવામાં આવ્યું છે. શ્રી ગણેશજીની સૌથી પ્રિય સ્તુતિ ગણપતિ અથર્વશીર્ષના 1.25 લાખ પાઠ ભાદરવા માસમાં આવનાર ગણપતિ નવરાત્ર સુધીમાં સંપન્ન કરવા સોમનાથ ટ્રસ્ટે મહાઅનુષ્ઠાન કર્યું છે.
રિપોર્ટર ભરતસિંહ જાદવ ગિરસોમનાથ