વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ ‘સેવા પખવાડિયા’ અંતર્ગત ભારતીય જનતા યુવા મોરચા દ્વારા પૂર્વ અને પશ્ચિમ વિધાનસભા ક્ષેત્રમાં રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસના ‘સેવા પખવાડિયા’ અંતર્ગત શહેર ભાજપ દ્વારા ભાવનગર પૂર્વ અને પશ્ચિમ વિધાનસભા ક્ષેત્રમાં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં શહેર ભાજપ દ્વારા બે સ્થળોએ રક્તદાનનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પશ્ચિમ વિસ્તારમાં શહેર ભાજપ કાર્યાલય ખાતે અધ્યક્ષ અભયસિંહ ચૌહાણ, મહામંત્રીઓ પાર્થભાઈ ગોંડલિયા, અલ્પેશભાઇ પટેલ તેમજ નરેશભાઇ મકવાણાના માર્ગદર્શનમાં શહેર ભાજપ સંગઠન તા.17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી ગાંધી જયંતિ સુધી વિવિધ સેવાકીય કાર્યો કરવાનું છે, જે અંતર્ગત ભારતીય જનતા યુવા મોરચા દ્વારા આજે બુધવારના રોજ ભાવનગર પૂર્વ અને પશ્ચિમ વિધાનસભા ક્ષેત્રમાં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. પશ્ચિમ વિધાનસભા ક્ષેત્રની રક્તદાન શિબિર દીનદયાળ ભવન, ભાવનગર શહેર ભાજપ કાર્યાલય ખાતે મોટી સંખ્યામાં રક્તદાતા એ રક્તદાન કર્યું હતું, બપોર બાદ પૂર્વ વિધાનસભા ક્ષેત્રની રક્તદાન શિબિર યોજાઇ હતી આ સેવા યજ્ઞમાં ભાગ લેવા માટે બંને વિધાનસભા ક્ષેત્રના કાર્યકરો, રક્તદાતા મિત્રો, ભાઈઓ, બહેનો અને યુવાનોને આ રક્તદાન કેમ્પમાં મોટી સંખ્યામાં જોડાયા હતા.
રિપોર્ટર સબ્બીર માલદાર ભાવનગર