કહેવાય છે ને ડોક્ટર ભગવાનનું બીજુ રૂપ છે અને રામ રાખે તેને કોણ ચાખે તેવી ઘટના સુરેન્દ્રનગરની હોસ્પિટલના ફરજ પરનાં ડોક્ટરે ઝેરી સાપે ડંખ દીધેલા યુવાનનો જીવ બચાવી સરાહનીય કામગીરી કરી છે વધુ વિગત મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર રતનપર મફતીયાપરા વિસ્તારમાં રહેતાં યુવકને ઝેરી સાપે પગે ડંખ દેતા બેભાન થયેલા યુવકને પરિવારજનોએ હોસ્પિટલમાં લઈ જતા ફરજ પરનાં ડોકટર અસાદ રંગરેજ દ્વારા તાત્કાલિક પણે સારવાર આપી યુવકને મોતનાં મુખમાંથી બચાવી સરાહનીય કામગીરી કરતા યુવાનનાં પરિવારજનોએ ડોક્ટરની કામગીરીની પ્રશંસા કરી હતી
{ સુરેન્દ્રનગર રિપોર્ટર મહેશભાઈ ઉતેરીયા દ્વારા }