સુરેન્દ્રનગર નગરપાલિકા વિસ્તારનાં છેવાડા વિસ્તારમાં અનેક જગ્યાએ ગટરો ઉભરાય છે અને ઉભરાયેલી ગટરોનાં ગંદા પાણી રોડ રસ્તા ઉપર વહેતાં થતાં ગંદકીનું સામ્રાજય સર્જાવા પામ્યું છે આ અસંખ્ય ગંદકીથી સ્થાનિક રહીશો ત્રાહિમામ પોકારી ઊઠયા છે અને ગંદકીનાં સામ્રાજયથી મચ્છર પાણી જન્ય ભયંકર રોગચાળો ફાટી નિકળવાનો ડર ફેલાયો છે તેમજ ઘરે ઘરે માંદગીના ખાટલા ખડકાશે તેવી દહેશત ફેલાઈ જવા પામી છે અને સુરેન્દ્રનગર શહેરમાં ટીબી હોસ્પિટલ પાછળ છેવાડા વિસ્તારમાં આવેલ આનંદનગર વિસ્તારના સ્થાનિક રહીશો જણાવી રહ્યા છે કે વારંવાર વિકાસની લાલચમાં ભાજપ પક્ષને ખોબલેને ખોબલે મત આપી જીત અપાવી છે પરંતુ ઘણા વર્ષોથી આ વિસ્તાર વિકાસથી વંચિત રાખવામાં આવ્યો છે તેમજ ભૂગર્ભ ગટર પણ ઢંગધડા વગરની નાંખી કરોડોનો ધુમાડો તો કર્યો પણ આ ગટરનાં ગંદા પાણી રોડ રસ્તા પર વહે છે તેમજ પીવાનુ પાણી પણ ગંદું પાણી વિતરણ આવે છે તેવી અનેક પ્રાથમિક સુવિધાઓ મળતી ત્યારે આનંદનગર વિસ્તારના રહીશોને ચુંટાયેલા સદસ્યો ઉપર ભરોસો નથી પણ હાલ તાજેતરમાં નવાં નિમણૂંક થયેલાં સુરેન્દ્રનગર સંયુક્ત નગરપાલિકાના મહિલા પ્રમુખ જીજ્ઞાબેન પંડ્યા આ આનંદનગર વિસ્તારની મુલાકાત કરે અને આ. ફેલાયેલા ગટરનાં ગંદા પાણીના સામ્રાજયથી મુક્તિ અપાવે તેવી લાગણી અને માંગણી છે તેમજ આ ગંદકીનાં સામ્રાજયથી મોટો ભયંકર રોગચાળો ફાટી નિકળે તે પહેલાં ગંદકી દુર કરી સાફ સફાઈ કરાવે તેવી સ્થાનિક રહીશો આશા લઈને બેઠા છે.
{ સુરેન્દ્રનગર રિપોર્ટર મહેશભાઈ ઉતેરીયા દ્વારા }