સુરેન્દ્રનગર શહેરમાં અને જિલ્લામા બેફામ જુગાર ચાલતો હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી હતી જેને ધ્યાને લઈ ડીવાયએસપી સ્કોડે શેખપર નજીક ફેકટરીના ગોડાઉનમાં ચાલતા જુગાર પર રેડ પાડતા ચકચાર મચી જવા પામી છે વધુ વિગત મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના શેખપર ગામ પાસે આવેલ એક કારખાનાના ગોડાઉનમાં જુગાર રમાતો હોવાની બાતમી મળતા બાતમીના આધારે ડીવાયએસપી સ્કોડે મોટાપાયે ચાલતા જુગાર ધામ પર રેડ કરતાં રેડ દરમિયાન તીન પતી નો જુગાર રમતા 14 જુગારીઓને જુગાર રમતા ઝડપી પાડયા હતા અને એક આરોપી ફરાર થયો છે તેમજ કારખાના ગોડાઉનમાં ચાલતા જુગાર ધામ પરથી 25 લાખનો મુદ્દામાલ પોલીસે કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
{ સુરેન્દ્રનગર રિપોર્ટર મહેશભાઈ ઉતેરીયા દ્વારા }