સુરેન્દ્રનગર વઢવાણની 138 વર્ષ જુની દાજીરાજ હાઈસકુલની જર્જરીત ઈમારતનો એક સાઈડનો ભાગ અચાનક જ નીચે ધશી પડયો હતો આ સાથે ત્યાંના લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. તેમજ હાલમાં ઈમારતનો કાટમાળ પડવાથી કોઈ જાનહાની થઈ ન હતી. પરંતુ ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના ના સર્જાય તે માટે ત્યાં અભ્યાસ કરી ચુકેલા ભુતપૂર્વ વિધ્યાર્થીએ અને ત્યાંના રહીશોએ વર્ષો જુની જર્જરીત ઈમારતને તંત્ર દ્વારા ધરાશય કરવામાં આવે તેવી અંગ પણ કરી હતી. આ સાથે હાઈસ્કુલના ઈનચાર્જ આચાર્ય મકવાણા સાહેબે જણાવ્યું હતું કે વર્ષો જુની જર્જરીત બનેલી આ હાઈસ્કુલની ઈમારત વિશે સરકારને અને કલેકટરને વારંવાર લેખીતમાં રજૂઆત કરવા છતા આજ સુધી કોઈ નીવેડો આવ્યો નથી તેમજ તાત્કાલિક પણે આ જર્જરીત ઈમારત ઉતારી લેવામાં આવે તેવી કલેકટરને અને વહીવટી તંત્ર પાસે માંગ કરી છે
{ સુરેન્દ્રનગર રિપોર્ટર મહેશભાઈ ઉતેરીયા દ્વારા }