સુરેન્દ્રનગર વઢવાણ શહેરમાં શ્રીજી મહારાજની પ્રસાદીના 25 સ્થળો આવેલા છે. જેમાંથી વઢવાણ સ્વામિનારાયણ મંદિર ધામને 100 વર્ષ પૂરા થાય હોવાથી સ્વામિનારાયણ મંદિરના આચાર્ય માધવેન્દ્રપ્રસાદજીએ શતાબ્દિ મહોત્સવનું શનિવાર, રવિવાર અને સોમવાર સુધી આયોજન કર્યું હતું. તેમજ આ ત્રિદિવસીય મહોત્સવમાં 50 હજારથી વધુ હરિભક્તો ઊમટ્યા હતા. જેમાં હરિભક્તોએ 25 કરોડ મંત્રજાપ અને 5 કરોડ મંત્રલેખનનો ઇતિહાસ રચ્યો હતો. આ સાથે લોકોએ અહી પ્રસાદી પણ લીધી હતી.
રિપોર્ટર મહેશભાઈ ઉતેરીયા