સુરેન્દ્રનગર જિલ્લામા શહેરમાં મારામારી, હુમલો, અને હત્યાના બનાવો દિવસેને દિવસે વધી રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડ નજીક ખુની ખેલ ખેલાયો હતો આ ઘટનામાં એક યુવકની કરપીણ હત્યા થતા ચકચાર મચી જવા પામી છે તેમજ આ મારામારીમાં બે યુવાનોને ગંભિર ઈજા પહોંચતા ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થ શહેરની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જેમાં વધુ મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડ નજીક આઈટીઆઈ સામે જાહેર રસ્તા પર ધોળા દિવસે 4 શખસો છરી, પાઈપ, અને લાકડી જેવા હથિયારોથી જીવલેણ હુમલો કર્યો હતો જેમાં શહેરના લક્ષમીપરા વિસ્તારમાં રહેતાં સાહિરભાઈ યુસુફભાઈ શેખ ઉમર 25 વર્ષ જેઓને છાતીના ભાગે છરીના ઘા ઝીંકી કરપીણ હત્યા કરી હત્યારા ફરાર થતા ચકચાર મચી તેમજ આ ઘટનામા ઈરાફાનભાઈ અબાસભાઈ ચૌહાણ ઉમર 41 વર્ષ રહેવાનુ નુરેમહમદ સોસયાટી જેઓને છરી વાગતા ઈજાગ્રસ્ત યુવકને સારવાર અર્થ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો તેમજ સામેના પક્ષમા ઈજાગ્રસ્ત થયેલ યુવકને સારવાર શહેરની ટીબી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. અને જ્યારે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસવડા તરીકે ગીરીશભાઈ પંડયાએ ચાર્જ સંભાળતા વેતંજ શહેરમાં હત્યાની ઘટના બની છે જ્યારે આ મારામારીમાં મૃતકના પરિવારજનો ગાંધી હોસ્પિટલ ખાતે કલ્પાત કરી રહ્યા છે અને જિલ્લામા કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ સામે સવાલો ઉભા થયા છે તેમજ આ ઘટનાના પગલે ઘટનાસ્થળે અને હોસ્પિટલ ખાતે ડીવાયએસપી હિમાંશુભાઈ દોશી, એલસીબી પીઆઈ વી.વી ત્રિવેદી અને એસઓજી પીઆઈ સંજયસિંહ જાડેજા તેમજ બી ડીવીઝન પોલીસ મથકના પીએસઆઈ સહિત સ્થાનિક પોલીસ ટીમે આ ઘટના અંગે તપાસ હાથ ધરી હતી. આ કરપીણ હત્યાનો અંજામ આપી ફરાર થયેલા હત્યારાઓને ઝડપી પાડવા પોલીસે ચક્રોગતિમાન કર્યા.
{ સુરેન્દ્રનગર રિપોર્ટર મહેશભાઈ ઉતેરીયા દ્વારા }