સુરેન્દ્રનગર જિલ્લામાં થાનગઢ ખાતે જિલ્લા કલેકટરશ્રી કે.સી સંપટનાં અધ્યક્ષસ્થાને ૭૭મા સ્વતંત્રતા પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં કલેકટર કે.સી.સંપટે થાનગઢ મેળાના મેદાન ખાતે ધ્વજવંદન કરી પરેડનું નિરીક્ષણ કર્યુ હતુ. આ પ્રસંગે પોલીસ અધિક્ષક ગિરીશ પંડ્યા પણ સાથે જોડાયા હતા. સ્વતંત્રતા દિવસની ઉજવણી નિમિત્તે થાનગઢ તાલુકાની વિવિધ કોલેજ-સ્કુલના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિની સાંસ્કૃતિક કૃતિઓની જોશભરી પ્રસ્તુતિએ સમગ્ર વાતાવરણને દેશભક્તિની લાગણી અને ઉર્જાથી ભરી દીધું હતું. તેમજ આ પ્રસંગે ધારાસભ્ય સર્વશ્રી શામજીભાઈ ચૌહાણ, શ્રી કિરીટસિંહ રાણા, પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડ, અગ્રણી શ્રી હિતેન્દ્રસિંહ સહિતના સ્થાનિક અગ્રણીઓ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી પી.એન.મકવાણા, નિવાસી અધિક કલેક્ટરશ્રી એમ.પી.પટેલ, ચોટીલા પ્રાંત અધિકારીશ્રી પ્રિયાંક ગળચર, નાયબ પોલીસ અધિક્ષકશ્રી ચેતન મુંધવા, થાનગઢ મામલતદારશ્રી અરુણ શર્મા સહિત વિવિધ વિભાગોના અધિકારીશ્રીઓ/ કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા
રિપોર્ટર મુકેશ ખખ્ખર