સુરેન્દ્રનગર જિલ્લાના થાન ખાતે દર વર્ષે યોજાતા વિશ્વ પ્રસિદ્ધ ત્રણ દિવસના તરણેતરના મેળામાં બે દિવસ પડેલા ભારે વરસાદે મેળા રસિકોની મેળો માણવાની મજા બગાડી હતી. બીજીબાજુ ભારે વરસાદના પગલે ગઈ કાલે ગણેશ ચતુર્થીના રોજ તરણેતરના મેળામા ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનો કાર્યક્રમ પણ છેલ્લી ઘડીએ રદ કરવામાં આવ્યો હતો. ત્યારે આજે થાન તરણેતર મેળાના છેલ્લા દિવસે ભાદરવા સુદ પાંચમ એટલે કે, ઋષિ પંચમીના દિવસે સવારે 6.30 વાગ્યે શ્રીમંદિરના કુંડમા મહંતશ્રી દ્વારા ગંગાજી અવતરણ આરતી અને પૂજન કરવામાં આવ્યું હતું. બાદમાં સવારે 8.30 વાગ્યે લખતર સ્ટેટ કુમારશ્રી ઝાલા યશપાલસિંહજી દિવ્યરાજસિંહજી ઝાલાના વરદહસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. જ્યારે બીજીબાજુ મેદાનની હરીફાઈ, મેળાના મેદાનમાં રસ્સાખેંચ અને કુસ્તી અને મંદિર પરિષરમાં પરંપરાગત રાસ અને હુડાનો કાર્યક્રમ અને સ્ટેજ કાર્યક્રમોમાં રાસ-ગરબા, દોહા, છત્રી હરીફાઈ, વેશભૂષા હરીફાઈ અને પાવા હરીફાઈ અને અંતમાં ઇનામ વિતરણ અને ગંગા આરતી સહિત વિવિધ લોક સાંસ્કૃતિક કાર્યક્રમોં અને ગ્રામીણ ઓલમ્પિક હરીફાઈ યોજાઈ હતી. આ મેળામાં આવેલા વિદેશી પ્રયટકોનું કોતરણી કામની કલાત્મક કોટીઓ પહેરાવી અનોખી રીતે સન્માન કરવામાં આવ્યું હતું.જેમાં એક ઇટાલિયન ટુરિસ્ટે પોતાની આગવી શૈલીમાં જણાવ્યું હતું કે, હું સાતમી વખત તરણેતરના મેળામાં આવ્યો છુ,
મહેશભાઈ ઉતેરીયા