સુરેન્દ્રનગર જીલ્લાના લખતરના ઝમર ગામ નજીક આઇસર અને સેન્ટ્રો કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં ઘટનાસ્થળે ત્રણનાં લોકોના મોત નિપજયાં હતાં અને એક વ્યક્તિનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજતાં અકસ્માતની ઘટનામાં ચાર વ્યક્તિઓનાં કરૂણ મોત નિપજતાં ભારે અરેરાટી વ્યાપી જવા પામી છે એકજ પરિવારના લોકો પલાસા ખાતે માતાજીની બાધા પુરી કરવા જતાં સમયે અકસ્માત નડ્યો હતો. બનાવની જાણ થતા જ લખતર પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને વધુ તપાસ હાથ ધરી હતી. અકસ્માત એટલો જોરદાર હતો કે સેન્ટ્રો કારના ફૂરચેફૂરચા ઉડી ગયા હતા. બનાવની જાણ થતા જ સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી. આ અકસ્માતમાં મહિલા અને બાળકો પણ સામેલ હતા. જયારે લખતર-અમદાવાદ હાઇવે અકસ્માતનું એપીસેન્ટર બન્યું છે. 4 દિવસમાં આજ હાઇવે પર 5 લોકોના મોત થયા છે. ઘટનાને કારણે હાઇવે પણ પ્રભાવિત બન્યો હતો અને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.
{ સુરેન્દ્રનગર રિપોર્ટર મહેશભાઈ ઉતેરીયા દ્વારા }