23.5 C
Ahmedabad
Tuesday, May 6, 2025
spot_imgspot_imgspot_img

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાનાં નવલગઢ ગામે છેતરપિંડી આચરી જમીન વેચી દેવા બાબતે એડી. સેસન્સ જજ દ્વારા આગોતરા જામીન અરજી નામંજૂર


સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનમાં અરજદાર મહાદેવભાઈ રામજીભાઈ પ્રજાપતિએ પોતાની સંયુક્ત ભાગીદારી વાળી મિલકતને છેતરપિંડી આચરી ભાગીદારોએ વહેંચી તેમની સાથે વિશ્વાસઘાત કર્યો હોવાની લેખિત અરજી કરી હતી જેમાં તાલુકા પોલીસ દ્વારા આરોપીનું નિવેદન લઇ અન્ય પ્રાથમિક તપાસ શરુ કરાઈ હતી. સંયુક્ત માલિકીની ખેતી લાયક જમીન ત્રણ શખશોએ બારોબાર વેચાણ કરી 25 ટકાનાં ભાગીદાર મહાદેવભાઈ પ્રજાપતિને અંધારામાં રાખી અન્ય 3 ભાગીદારો હેરમાં કનુભાઈ ધનજીભાઈ, વનરાજભાઈ રામસંગભાઇ જાદવ તેમજ મનસુખભાઇ ભગવાનભાઇ કુરિયાંએ વિશ્વાસઘાત કરી બારોબાર વહેંચી દીધી હતી. સમગ્ર બાબતમાં પોલીસની પ્રાથમિક તપાસ શરુ થતા પોતાની ધરપકડથી બચવાં માટે ધ્રાંગધ્રા એડી સેસન્સ કોર્ટ સમક્ષ આગોતરા જામીનની અરજી કરી હતી જેમાં બંને પક્ષે વકીલોની ધારદાર દલીલો જોવા મળી હતી. આગોતરા જામીન અરજી સંદર્ભે એડી સેસન્સ કોર્ટ જજ જી ડી પાણીએ આરોપીના કસ્ટડી ફરજીયાત સમજી જામીન અરજી નામંજુર કરી પ્રાથમિક તપાસ બાદ પોલીસની કાર્યવાહી બાદની તાકીદ કરતાં છેતરપિંડી આચરી બારોબાર જમીન વહેંચી દેનાર મુશ્કેલીમાં મુકાતો જણાઈ આવ્યો હતો.

રિપોર્ટર મહેશભાઈ ઉતેરીયા

 


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -