સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના વડગામ ગામના બાઈક સવાર બે યુવાનોને ગાયે અડફેટ લેતા બંને યુવાનોના મોત નીપજ્યા હતા જેને લઇ સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યુ હતું યુવાનો વિઠલાપુર ખાનગી કંપનીમાં નોકરી કરતા હતા અને નોકરી પરથી પરત ફરતા સમયે વડગામ ત્રણ રસ્તા પાસે ગાય અડફેટે લેતા બંને યુવાનો ફંગોળાયા હતા અને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા ઇજાગ્રસ્ત બંને યુવાનોને પાટડી હોસ્પિટલ ખાતે 108 મારફતે ખસેડાયા હતા જેમાં એકનું મોત નીપજ્યું હોવાનું ડોક્ટરે જણાવ્યું હતું તથા ગંભીર રીતે ઈજાગ્રસ્ત અન્ય યુવાનને વધુ સારવાર અર્થે વિરમગામ લઈ જવાઈ રહ્યો હતો પરંતુ સારવાર મળે તે પહેલા જ તેનું પણ મોત નીપજ્યું હતું બનાવ બાદ દસાડા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ પ્રકાશ ડોડીયા, વાલાભાઈ ભરવાડ સહિતના લોકો તાત્કાલિક પાટડી હોસ્પિટલ પહોંચ્યા હતા તથા દસાડા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને પાટડી હોસ્પિટલ ખાતે બંને યુવાનોના પીએમ સહિતની તજવીજ હાથ ધરાઈ હતી પિતા વિહોણા બંને યુવાનોના મોતથી બંનેની માતા સહિતનો પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.
રિપોર્ટર મહેશભાઈ ઉતેરીયા