સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ શહેરમાં મેઈન બજાર સહિત સમગ્ર શહેરમાં રોડ રસ્તાઓની અતિશય બિસ્માર હાલત જોવા મળી રહી છે અને શહેરીજનો પોતાના વાહનો લઈને નીકળતા હોય છે ઇજાગ્રસ્ત પણ થતા હોય છે ત્યારે શહેરીજનોના સહકારથી આમઆદમી પાર્ટી દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું. થાનગઢમાં ભાજપ શાસિત નગરપાલિકા બહુમતી મેળવી સત્તા હાંસલ કરેલ છે ત્યારે આમઆદમી પાર્ટી દ્વારા સૂત્રોચાર પોકારી ઇજાગ્રસ્ત થયાનું નાટક કરી રેલી સ્વરૂપે અનોખો વિરોધ વ્યક્ત કરીને આવેનપત્ર સુપત્ર કર્યું હતું..
વિક્રમસિંહ જાડેજા