સુરેન્દ્રનગર જિલ્લાનાં ધ્રાંગધ્રા તાલુકાના વીરેન્દ્રગઢ ગામ પાસે તારીખ 6 નાં રોજ વહેલી સવારે કેનાલમાં એક અજાણ્યા યુવકની કોથળામાં પુરેલી લાશ તરતી હાલતમાં મળી હોવાની વિગતો સાથે જ ધ્રાંગધ્રા સહીત જિલ્લા એલ સી બી અને એસ ઓ જી પોલીસ સમગ્ર ઘટના મામલે ઝીણવટભરી તપાસમાં હતી. અજાણ્યા 40 વર્ષીય પુરુષ બાબતમાં સોસીયલ મીડિયામાં ફોટો વાઇરલ કરવા સાથે આજુબાજુનાં ગામોમાં જઈને પૂછપરછ કરતા મૃતક યુવાન જેસડા ગામમાં ખેત મજૂરી કરતા મહાદેવભાઈ ઠાકોર હોવાની વિગતો મળ્યા બાદ પોલીસ ફૂલ એક્શન મોડમાં જોવા મળી હતી જેમાં વાળીની જમીનના માલિક બળદેવભાઈ ભરવાડની લાંબી પુછપરછ કરતા આરોપીએ ગુનો કબૂલ્યો હતો જેમાં આડા સબંધનું પાપ છાપરે ચઢી પોકારે એમ પોતાની પત્ની સાથે જમીન માલીકના આડા સબન્ધો મજુર તેમજ માલિક વચ્ચે રોજનાં ઝગડાઓનું કારણ બન્યા હતાં જેમાં 4 તારીખે થયેલા ઝગડામાં આરોપીએ મહાદેવભાઈને માથાના ભાગે તીક્ષણ ઘાં મારી હત્યાં નીપજાવી હતી ત્યારબાદ લાશનાં પગ બાંધી કોથળામાં પુરીને કેનાલમાં નાખી દીધી હતી. સમગ્ર ઘટના મામલે પોલીસે હત્યાનો ગુન્હો નોંધી આમાં અન્ય સંડોવણી બાબતે વધુ તપાસ હાથ ધરી છે.
{ સુરેન્દ્રનગર રિપોર્ટર મહેશભાઈ ઉતેરીયા દ્વારા }