સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના જામવાળીમાં આશરે ૩૦૦ (ત્રણસો) થી વધારે પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા માલધારી સમાજના પરીવારો રહે છે તેમજ આશરે ૩ હજાર પશુઓ છે. જામવાળી ગામના પશુપાલકો માટે પશુના રીયાણ તેમજ નિભાવ માટે માત્રને માત્ર દક્ષિણ દિશાનો સીમાડો છે તેમજ આજુ બાજુનાં ગામડાંના પશુઓ તેમજ જામવાળી ગામની સીમમાં આવેલ અવાલીયા ઠાકર મંદિર ગૌશાળાની તમામ ગાયો પણ ચરીયાણ માટે આવે છે, જ્યારે ખાણખનિજ વિભાગ તેમજ સરકારશ્રી દ્વારા સેન્ડ સ્ટોન બ્લોક પાડવામાં આવે તો તેમાં પથ્થરના બેલા અને સ્ટોન કારથી આખા સિમ વિસ્તારમાં ઉંડા ખાડા તેમજ તેની ધુળ (રજ) ઉડવાના લીધે આજુબાજુના ખેડૂતોને પણ પોતાની વાડી ખેતરો છોડીને હિજરત કરવાનો વખત આવે તેમ છે ત્યારે આજે જામવાળી ગામના તમામ ગ્રામજનોએ પશુઓ બાયક રેલી સાથે વિરોધ પ્રદર્શન કરી આ મામલે મામલતદારને આવેદનપત્ર પાઠવી રજુઆત કરી હતી જેમાં જણાવ્યા મુજબ અમારા માલઢોર તેમજ અમારા પુરા પરિવાર સાથે આરોગ્યનું સંકટ ઉભુ ના થાય તેમજ અમારો બાપ દાદાનો અને આવનારી પેઢીનો પશુપાલનનો વ્યવસાય છીનવાઈ ના જાય તેમજ અમારે ગામ છોડી હીજરત કરવાનો સમય ના આવે તે માટે ગાંધી ચીંધ્યા માર્ગે અહિંસાના માર્ગે ચાલી અમારા પરીવાર તેમજ માલઢોર લઈને મામલતદાર કચેરીમાં ગામમાંથી હીજરત કરી આશરો લઈ ઉપવાસ આંદોલન પર બેસવું ના પડે માટે આપ સાહેબશ્રી તેમજ લાગતા વળગતા તમામ વિભાગોને જામવાળી ગામના ગ્રામજનોએ આવેદનપત્ર પાઠવી રજુઆત કરી હતી