સુરેન્દ્રનગરમાં રહેતા કિન્નર યોગેશ ઉર્ફે સનાયાને મંડપ સર્વિસનો વ્યવસાય કરતા ધીરુભાઈ પરાલીયા નામના યુવક સાથે બે વર્ષથી અનૈતિક સંબંધ હતો. પરંતુ સનાયા આ સંબંધ હવે રાખવા માગતો ન હતો. તેમ છતાં ધીરુભાઈ સંબંધ રાખવા માટે દબાણ કરતો હતો. જેથી સનાયાએ ધીરુભાઈને દુધરેજ નર્મદા કેનાલ રોડ પર મળવા માટે બોલાવ્યો હતો. બાદમાં પોતાની પાસે રહેલા પેટ્રોલ જેવા જ્વલનશીલ પ્રવાહીથી ધીરુભાઈને સળગાવી નાખવાનો પ્રયાસ કર્યો હતો. આ બનાવમાં દાઝી ગયેલા ધીરુભાઈ દ્વારા સનાયા સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે હત્યાની કોશિષનો ગુનો નોંધી ધરપકડ કરી કિન્નરને જેલ હવાલે કર્યો હતો દરમિયાન કિન્નરને સુરેન્દ્રનગર સબ જેલમાં મોકલાયા બાદ તેણે જેલની અંદર જ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી હતી. મૃતદેહને પીએમ માટે સુરેન્દ્રનગરની સાર્વજનિક મહાત્મા ગાંધી હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યો છે. પોલીસે મૃત્યુનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે. આપઘાત પૂર્વે પોતાના હાથ ઉપર સૂરજને સંબોધીને હું તારા વગર નહિ રહી શકું તેવું લખાણ પણ લખ્યું હતું
રિપોર્ટર મહેશભાઈ ઉતેરીયા