33.7 C
Ahmedabad
Tuesday, May 6, 2025
spot_imgspot_imgspot_img

સુરેન્દ્રનગરના રતનપરમાં ભાઈના લગ્નમાં આવતી બહેનનું માર્ગમાં સર્જાયેલા અકસ્માતમાં મોત નિપજતા ભારે પરિવારમાં સર્જાઈ અરેરાટી


મહેસાણાથી રતનપર ભાઈના લગ્નમાં આવતી બહેનનું માર્ગમાં સર્જાયેલા અકસ્માતમાં મોત થતાં સમાજમાં અને પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. મહેસાણા થી નિકડેલ આ દંપતીનું લખતર-વિરમગામ હાઈવે પર ડાંગર ભરેલા ટ્રેકટરની ટ્રોલી પાછળ કાર અથડાતાં અકસ્માત સર્જાયો હતો તેમજ કારણો બૂકડો બોલી જતા પતિ ની નજર સામે જ પત્નીને માથામાં ઈજા થતા ઘટનાસ્થળે મોત થયું હતું.તેમજ સમગ્ર ઘટનાની જાણ લખતર પોલીસને થતાં પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.  આ સાથે જ મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. તેમજ બનાવની ફરીયાદ નોંધાવી વધુ તજવીજ હાથ ધરવામાં આવી હતી. આ સાથે લગ્ન પ્રસંગે જ દંપતી ખંડિત થતા શોકનો માહોલ છવાય જવા પામ્યો હતો.

{ સુરેન્દ્રનગર રિપોર્ટર મહેશભાઈ ઉતેરીયા દ્વારા }


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -