સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા ભરવાડ રબારી સમાજ દ્વારા તેમના સમાજના 3 યુવાનો ઉપર ખોટી ફરિયાદ સંદર્ભમાં ધ્રાંગધ્રા પ્રાંત અધિકારી તેમજ નાયબ પોલીસ અધિક્ષકને આવેદન આપવામાં આવ્યું હતું. જો કે નવલગઢ સિમની સર્વે નંબર 145ની બાજુમાં પાંજરાપોળ હોવાથી અબોલ પશુની તસ્કરી કરતાં ઈસમ દ્વારા આ વિવાદિત જમીન અઘાટ રાખતા આ સમગ્ર મામલામાં ધ્રાંગધ્રાનાં તમામ હિન્દૂ સંગઠનો પણ ભવિષ્યમાં પાંજરાપોળનાં પશુઓની તસ્કરીની સંભાવના ન રહે એટલા માટે આ ફરિયાદ બાબતે ભરવાડ સમાજ સાથે જોડાયા હતાં. અહી ઉલ્લેખનીય છે કે નવલગઢ સિમની જમીન વિવાદિત હોવાની વાત છે જેને સાબિર સલીમભાઇ મામાણી જાતે ખાટકી સમાજના વ્યક્તિ દ્વારા અઘાટ વેચાણે રાખવામાં આવી હતી જેમાં ત્યારબાદ પણ મહાદેવભાઈ પ્રજાપતિ દ્વારા તેમના વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી અને હાલ મહાદેવભાઈને પોલીસ પ્રોટેક્શન મળેલ છે ત્યારે સાબિર મામાણી દ્વારા 3 ભરવાડ અને મહાદેવભાઈ ઉપર જાન થી મારી નાખવાની ધમકીની ફરિયાદ નોંધાવી હતી જે ફરિયાદ વિરુદ્ધ તમામ પુરાવાઓ સાથે ભરવાડ સમાજે આવેદન પાઠવીને ફરિયાદ રદ કરવા અનુરોધ કર્યો હતો.
{ સુરેન્દ્રનગર રિપોર્ટર મહેશભાઈ ઉતેરીયા દ્વારા }