23.5 C
Ahmedabad
Tuesday, May 6, 2025
spot_imgspot_imgspot_img

સુરેન્દ્રનગરના ધોળીધજા ડેમમાં ત્રણ મિત્રો નહાવા પડતા ડૂબ્યા, રાત્રે શોધખોળ જોખમી હોવાથી ફાયર બ્રિગેડની ટીમ પરત ફરી, વહેલી સવારે શોધખોળ હાથ ધરાઇ


સુરેન્દ્રનગરના ધોળીધજા ડેમમાં ત્રણ યુવા મિત્રો ડૂબ્યાની ઘટના સામે આવી હતી. આ ત્રણેય કિશોરો ગરમીના કારણે ન્હાવા માટે ડેમમાં પડ્યા હતા. આ ઘટનાની જાણ થતાં સ્થાનિકો અને ફાયર બ્રિગેડની ટીમ ધોળી ધજા ડેમે દોડી જતા શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જોકે, રાત પડતાં શોધખોળ જોખમી હોવાથી શોધખોળ બંધ કરાઇ હતી. તેમજ વહેલી સવારે ફરી શોધખોળ કરવામાં આવી હતી. અહી મહત્વનું છે કે, સૌની યોજનામાં ડેમ પાણી પૂરો પાડતો હોવાના કારણે ડેમની સપાટી 18 ફૂટે ભરેલી છે. ડેમ પાસેથી કિશોરોના ટુવ્હિલર મળી આવ્યા હતા.આ સાથે મળતી માહિતી મુજબ તેજસભાઈ કુટડીયા, શ્રેયાંશભાઈ દેત્રોજા અને મહેશભાઈ ભલગામા, નામના ત્રણેય યુવા મિત્રો રતનપર વિસ્તારના ડેમમાં ડુબયા હોવાનું સામે આવ્યું હતું. તેમની સાથે આવેલા 2 યુવા મિત્રો બચી ગયા હોવાથી પૂછ પરછ કરતાં જનવ્યું હતું કે તે બંને બહાર બેસીને મોબાઇલમાં વીડિયો ગેમ રમતા હતા. તેમજ ડુબેલા ત્રણ મિત્રોમાંથી એકના પિતા આર્મીમાં છે. હાલતો ડુબેલા ત્રણેય યુવાનોના પરિવારજનોના રોકકડ અને આક્રંદથી વાતાવરણમાં ગમગિનીનો માહોલ છવાઇ ગયો હતો.

રિપોર્ટર મહેશભાઈ ઉતેરીયા

 


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -