સુરત શહેરમાં ગણેશ મહોત્સવના ધામધૂમથી ફ્રુટ અને ફુલોની માર્કેટમાં સુગંધ આવવા લાગી છે. ગત વર્ષ કરતા આ વર્ષે ગણેશ મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં ઘર અને પંડાલની સજાવટ માટે ફૂલો અને પ્રસાદ માટે ફળોની માંગ વધી છે. માંગમાં વધારો થતાં ભાવ પણ બમણા થઈ ગયા છે. વેપારીઓનું કહેવું છે કે વરસાદ અને ટ્રાન્સપોર્ટેશનને કારણે ફળોના ભાવ પર પણ અસર પડી છે.આ વર્ષે શહેરમાં નાની-મોટી સહિત એક લાખથી વધુ ગણેશ મૂર્તિઓની સ્થાપના કરવામાં આવી છે. સવાર-સાંજ સર્વત્ર આરતી થઈ રહી છે. મંદિરોમાં પણ ભીડ જોવા મળી રહી છે. ગણેશ મહોત્સવની શરૂઆત થતાની સાથે જ ફ્રુટ અને ફ્લાવર વેપારીઓના ઓર્ડરની સંખ્યામાં વધારો થયો છે. માંગ વધવા સાથે ભાવમાં પણ વધારો થયો છે.
સુરત શહેરમાં ઉજવાતા ગણેશ મહોત્સવના તહેવારને લઈને ફ્રુટ અને ફૂલોની માંગમાં વધારો થયો
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -