સુરત વનિતા વિશ્રામ સંચાલિત ડો.પી.વી.ટી. પ્રાથમિક કન્યાશાળા, ગુજરાતી માધ્યમમાં 14 મી સપ્ટેમ્બર “હિન્દી દિવસ”નિમિત્તે શાળામાં સ્પર્ધા ,શ્રુતલેખન સ્પર્ધા, કહાની કથન સ્પર્ધા , કાવ્યપઠન સ્પર્ધા, એક પાત્રીય અભિનય જેવી વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું . જેમાં શાળાની અંદાજે 537 વિદ્યાર્થિનીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ સાથે શાળાની લાઇબ્રેરીમાં પુસ્તક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હિન્દી અખબાર , હિન્દી કવિ -લેખકોનાં ફોટા અને તેમના સાહિત્ય મૂકવામાં આવ્યા હતાં. સંસ્થાની અંદાજે 1900 વિદ્યાર્થિનીઓએ આ પ્રદર્શનનો લાભ લીધો હતો.આ સમગ્ર કાર્યક્રમ શાળાના આચાર્યા અમિષા દેસાઈના માર્ગદર્શન હેઠળ સફળ રહ્યો હતો.