સુરતના રુદરપુરામાં અનાજના વેપારી એવા અશાંતધારાના પ્રમુખને ચપ્પુના ઘા મારી એક અજાણ્યો યુવક ભાગી ગયો હતો. હેથી તેમને હાથ અને પેટના ભાગે ગંભીર રીતે ઇજાગ્રસ્ત હાલતમાં વેપારીને સિવિલ હોસ્પિટલ લવાતા તાત્કાલિક ઓપરેશનમાં લેવાની ફરજ પડી હતી. તેમજ વેપારીએ વિધર્મીના દબાણને દૂર કરાવવાની જૂની અદાવતમાં હુમલો કરાયો હોવાની આશંકા છે.આ અંગે સ્થાનિક કોર્પોરેટર દ્વારા ગૃહરાજ્ય મંત્રીને પણ જાણ કરી છે. તેમજ સિવિલ હોસ્પિટલમાંથી મળતી માહિતી પ્રમાણે, ગોપીપુરા વિસ્તારમાં આવેલા ચંદનબાગ એપાર્ટમેન્ટમાં 56 વર્ષીય બીપેશ શાહ પરિવાર સાથે રહે છે. એ રૂદરપુરા વિસ્તારમાં અનાજની દુકાન ચલાવે છે તેમજ અશાંતધારા સમિતિના પ્રમુખ છે. અશાંતધારાને લઈને ઘણા સમયથી લડત લડી રહ્યા છે.
રીપોટૅર: સુનિલ ગાંજાવાલા, સુરત