ગરબાની મોસમ આવે એટલે ગુજરાતીઓની ક્રીએટિવિટી સોળે કળાએ ખીલી ઊઠે છે. એમાંય મનમોજીલા સુરતી લાલાઓ પણ પાછળ નથી. દર વર્ષની જેમ આ વર્ષે પણ એટલો જ ઉત્સાહ અને રંગ છવાયેલા છે ત્યારે સુરત જિલ્લા ક્રિકેટ અસોસિએશનના અનોખા રાસ ગરબાનો વિડિયો જબરો વાઇરલ થયો છે. આ ઇવેન્ટ દરમ્યાન તમામ ઉંમરના લોકો એક વર્તુળમાં સાઇકલ ચલાવતા અને ખૂબ ધાર્મિક ભક્તિ સાથે દાંડિયા રમતા જોવા મળ્યા હતા.
રીપોટૅર
સુનિલ ગાંજાવાલા
સુરત