સુરતના વેસુ વિસ્તારમાં આવેલ વાય જંકશન પાસે સુરતીઓ ખૂબ જ મોટી સંખ્યામાં ભેગા થઈને નવા વર્ષ 2024 ની ઉજવણી ફટાકડા ફોડી અને બલુન ઉડાવીને કરવામાં આવી હતી સાથે સાથે પોલીસ કર્મીઓની પણ સરહાનીય કામગીરી સામે આવી હતી પોલીસો દ્વારા કોઈ અનિચ્છનીય બનાવ નાં બને તે માટે વાહનો નાં ચેકિંગની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી હતી રવિવારનાં રોજ રાત્રિનાં ૧૨:૦૦ વાગ્યે એટલે સુરતી લાલાઓએ 2023 ના વર્ષને બાય બાય કરી 2024 ના નવા વર્ષ ને હષો ઉલ્લાસથી આવકાર્યું હતું અને 2024 નું નવું વર્ષ શરૂ થતા ની સાથે જ સુરતીલાલા ઓ એ આકાશમાં બલૂન ઉડાવી અને ફટાકડાની આતશબાજી ફોડીને નવા વર્ષની ઉજવણી કરી હતી આ ફટાકડાની આતબાજીથી આકાશ રંગબેરંગી આતશબાજી થી સુશોભિત થયું હતું અને દિવાળી જેવો માહોલ બન્યો હતો.
રિપોટૅર
સુનિલ ગાંજાવાલા
સુરત