સુરતમાં સારોલી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન સ્ટાફને મળેલી બાતમી આધારે નિયોલ ચેક પોસ્ટ પાસે વોચ ગોઠવી હતી દરમિયાન બાતમી આધારે રાજસ્થાનના બાડમેર જિલ્લાના વતની નવાબ અલી દોસ્તઅલીને ઝડપી પાડ્યો હતો પોલીસે તેની પાસેથી 20 હજારની કિમંતની દેશી હાથ બનાવટની બે પિસ્ટલો, 2 જીવતા કાર્ટીઝ, બે ખાલી મેગ્જીન તથા 10 હજારની કિમંતનો એક મોબાઈલ ફોન મળી કુલ 31,100 રૂપિયાનો મુદામાલ જપ્ત કર્યો હતો આ બનાવમાં સારોલી પોલીસે પીસ્ટલો આપનાર લવકુશ કુસ્વાહ તથા સુરત ખાતે પીસ્ટલો લેનાર નકસા નામના ઈસમને વોન્ટેડ જાહેર કરી આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.