સુરતમાં ક્રાઈમ રેટ ખૂબ જ વધી ગયો છે ચોર લૂંટારાઓ ગમે ત્યારે ત્રાટકીને લાખોના ઘરેણા લઈને નાસી જાય છે ત્યારે સુરતના ઉમરા વિસ્તારમાંથી લૂંટનો બનાવ સામે આવ્યો હતો સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ 16 વર્ષીય કિશોર જેની પાસે સોનાની ચૈન, બુટ્ટી અને રોકડા હોય તેના પર 12 જેટલા લૂંટારાઓએ હુમલો કરી દીધો હતો. 12 લૂંટારાઓએ 16 વર્ષીય કિશોરને પકડી રાખ્યો હતો. તેમજ કિશોર પાસે રહેલા સોનાના ઘરેણા અને રોકડાની લૂંટ ચલાવીને ફરાર થઈ ગયા હતા. જે મામલે 12 જેટલા લૂંટારુઓ સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી. જેથી ગુનાની ગંભીરતાને ધ્યાને લેતા પોલીસે આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી જેમાં બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે.