સુરતમાં પ્રિસ્ક્રિપ્શન વગર વેચાતી દવાના મેડિકલ સ્ટોર પર સુરત એસઓજીએ દરોડા પાડયા હતા, પ્રિસ્ક્રિપ્શન વગર નશાકારક દવા વેચતા મેડિકલ સ્ટોર પર SOG પોલીસે દરોડા પાડીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો, પાલનપુર પ્રગતિ મેડિકલ સ્ટોર પર પોલીસે દરોડા પાડી પ્રતિબંધિત દવાનો જથ્થો ઝડપી પડયો છે અને સીરપની બોટલ ટેબ્લેટ મળી 7600 મુદ્દામાલ કબ્જે કર્યો છે ફૂડ એન્ડ ડ્રગ વિભાગની ટીમને સાથે રાખી એક ડમી ગ્રાહક ઊભો કરી પ્રગતિ મેડિકલમાં મોકલી નશો થાય તેવી સિરપ માંગવા કહેવાયું હતું જેથી કોડીન હોય તેવી કોડી સ્ટાર, કોરેક્ષ, ટોસેક્ષ સિરપ આપતા રેડ કરી જપ્ત કરવામાં આવી છે.