સુરતમાં આગ લાગવાની ઘટના સતત બનતી રહે છે. ત્યારે પાંડેસરા વિસ્તારમાં દક્ષેશ્વર મંદિર નજીક ટાયરના ગોડાઉનમાં આગ લાગી ગઈ હતી. શોર્ટ સર્કિટથી શરૂ થયેલી આગના ધુમાડા ઊંચે આકાશમાં આંબવા લાગ્યા હતાં. જેથી આસપાસના વિસ્તારમાં ડરનો માહોલ પેદા થયો હતો. ઘટનાની જાણ ફાયર વિભાગને કરતાં ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો હતો. ગોડાઉન ઉપરના પતરા પણ પીગળે તે રીતે આગ લાગી ગઈ હતી. વેસ્ટઝે ટાયરના ગોડાઉનમાં આગના પગલે ધુમાડા ગોટેગોટાથી આસપાસમાં ભયનો માહોલ સર્જાયો હતો. જો કે ફાયરબ્રિગેડે આગ પર કાબુ મેળવી લેતા સ્થાનિકોએ હાશકારાની લાગણી અનુભવી હતી. સમગ્ર ઘટનામાં કોઈ ઈજા જાનહાનિ ન સર્જાઈ હોવાનું સામે આવ્યું છે. આગ પર કાબુ મેળવી લેવાતા સ્થાનિકોએ હાશકારાની લાગણી અનુભવી હતી.
રિપોટૅર
સુનિલ ગાંજાવાલા