સુરતમાં ગણેશ ચતુર્થી નિમિત્તે પાંચ દિવસ સુધી સ્થાપિત માતા ગૌરી અને પુત્ર ગણેશની મૂર્તિઓનું વિસર્જન શનિવારે ભક્તિમય વાતાવરણમાં થયું હતું. ત્યારે શહેરમાં મોટે ભાગે મરાઠી સમુદાય દ્વારા પાંચ દિવસીય ગૌરી-ગણેશની મૂર્તિઓની સ્થાપના કરવામાં આવી હતી. આ દરમિયાન લિંબાયત, ડિંડોલી, ઉધના વગેરે વિસ્તારના ભક્તો બેન્ડ અને સંગીતના સાધનો સાથે ગૌરી-ગણેશની મૂર્તિઓને વિવિધ વિસ્તારોમાં બનાવેલા કૃત્રિમ તળાવો અને તાપી નદીના કિનારે નાચ-ગાન સાથે લઈ ગયા હતા. આ પહેલા, પંડાલ અને ઘરોમાં દરેકે ભક્તિભાવ સાથે માતા ગૌરી અને પુત્ર ગણપતિની આરતી કરી અને બાદમાં ભાવુક વિદાય આપી.
રીપોટૅર
સુનિલ ગાંજાવાલા