25.2 C
Ahmedabad
Monday, May 5, 2025
spot_imgspot_imgspot_img

સુરતમાં જન્મના માત્ર ચાર દિવસમાં બ્રેઈન ડેડ થયેલા બાળકનું અંગદાન, 6 બાળકોને નવજીવન મળ્યું


સુરત શહેરમાં બ્રેઈનડેડ જાહેર થતા બાળકના કિડની, બરોળ, આંખ, લીવરનું પરિવારે દાન કરીને સમાજને નવો રાહ ચિંધ્યો છે. (Organ donation)બાળકના જન્મથી મૃત્યુ વચ્ચેના 111 કલાકમાં તેણે 6 લોકોને નવજીવન આપ્યું છે. બાળક જન્મ્યાં બાદ રડ્યું ન હતું કે કોઈ હલનચલન કર્યું ન હતું. ચાઇલ્ડ હોસ્પિટલમાં ICUમાં સારવાર અપાઈ હતી. જો કે, ડોક્ટરે બાળકને બ્રેઇન ડેડ જાહેર કરતાં પરિવારે બાળકના અંગોનું દાન કરવા સહમતી આપી હતી હર્ષભાઈ અને ચેતનાબેન સંઘાણીના ઘરે 13 ઓક્ટોબરના રોજ દિકરાનો જન્મ કલરવ હોસ્પિટલમાં થયો હતો. જન્મ પછી બાળક હલનચલન કરતું ન હતું કે એ રડ્યું પણ ન હતું. તપાસ કરતાં તરત તેમણે વિશેષ સારવાર લેવાનું જણાતાં ડૉ. અતુલ શેલડીયાની કેર ચીલ્ડ્રન હોસ્પીટલમાં દાખલ કર્યું હતું.  બાળકના આ સમાચારથી પરિવાર ભારે હ્યદયથી ઈશ્વર ઈચ્છા સ્વિકારીને માત્ર ચાર જ દિવસના બાળકના અંગોનું દાન કરવાનો ઐતિહાસિક નિર્ણય કર્યો હતો. અંગદાનની સંમતિ મળ્યા બાદ પ્રથમ સોટો ના ડૉ.પ્રાંજલ મોદીનો સંપર્ક કર્યો હતો. બાળકના વિવિધ ટેસ્ટ કરાવ્યા હતા અને અંગદાન માટે બાળકને પી.પી.સવાણી હોસ્પીટલમાં ખસેડ્યું હતું. IKDRCની મદદથી બાળકની બે કીડની, બે આંખ,બરોળ અને લીવરનું દાન લેવામાં આવ્યું હતું. બાળકના તમામ અંગ પણ નાના બાળકોમાં જ ટ્રાન્સપ્લાન્ટ થઈ રહ્યા છે. બંને કિડની અને બરોળ IKDRC અમદાવાદ, લીવર દિલ્હી ILDS હોસ્પિટલ, અને આંખ લોકદ્રષ્ટિ ચક્ષુબેન્ક, સુરતને અપાયું હતું.

 

 

રીપોટૅર

સુનિલ ગાંજાવાલા

સુરત

 


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -