સુરતના ચોક બજાર પોલીસ સ્ટેશન વિસ્તારના સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ નજીકની ખુલ્લી જગ્યામાંથી સ્ટેટ વિજિલન્સે રૂપિયા 6.38 લાખના વિદેશી દારૂ સાથે એકને ઝડપી પાડી ચાર ને વોન્ટેડ જાહેર કર્યા છે. ચોક બજાર પોલીસનો વહીવટદાર અને ડી-સ્ટાફ દોડતો થઈ ગયો છે. દારૂનો જથ્થો અલ્પેશ જાડિયાથી ઓળખાતા કુખ્યાત બુટલેગરે મંગાવ્યો હોવાનું હાલ જાણવા મળ્યું છે. અલ્પેશ જાડીયો અનેક વહીવટદારોના સીધા સંપર્કમાં હોવાની પણ ચર્ચા ચાલી રહી છે. સ્ટેટ વિજિલન્સના પીએસઆઈ એચ.એચ.જાડેજાએ કહ્યું કે, બાતમીના આધારે રેડ પાડવામાં આવી હતી. રૂ. 6,38,640 કિંમતની 2808 બોટલ્સ સાથે ભાવેશ કનૈયાલાલ રાણાને ઝડપી પાડવામાં આવ્યો છે. તેની પાસેથી પોલીસે એક મોબાઇલ ફોન પણ કબજે કર્યો છે. જ્યારે ચાર ને વોન્ટેડ જાહેર કરાયા છે. વોન્ટેડ આરોપીમાં અલ્પેશ જગદીશભાઈ રાણા ઉર્ફે અલ્પેશ જાડિયો સહિત ચારનો સમાવેશ થાય છે.
રિપોટૅર
સુનિલ ગાંજાવાલા