સુરતમાં કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલ ગોપી તળાવની હાલ દયનીય પરિસ્થિતિ જોવા મળી રહી છે બાળકોના રમવાના સાધાનો તૂટેલી હાલતમાં જોવા મળી રહ્યા છે 3 વર્ષથી લઈ 12 વર્ષ સુધીના બાળકોની ફી 12 રૂપિયા લેવામાં આવી રહી છે જ્યારે 12 વર્ષથી વધુની ઉંમરના લોકો માટે 24 રૂપિયા ફી રાખવામા આવી છે હાલ શાળાઓમાં રજા હોવાથી વાલીઓ બાળકોને લઇ ગોપી તળાવમાં આવતા હોય છે પરંતુ તૂટેલા સાધાનોને લઈ બાળકોમાં નિરાશા જોવા મળી રહી છે