સુરતની બજારમાં ડસ્ટબીનમાં ફેંકવામાં આવેલા ટામેટાં ફરી કેરેટમાં ભરી બજારમાં મૂકવામાં આવ્યા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે ટામેટાના ભાવ આસમાને પહોંચી જતાં સડેલા ટામેટાં પણ વેચવા મૂકવામાં આવી રહ્યા છે એક માણસ ટ્રેક્ટરમાં ફેંકવામાં આવેલા કચરામાંથી સડેલા ટામેટાં વીણીને ફરી બજારમાં વેચવા મૂકતો હોવાનો વિડીયો વાયરલ થયો છે આ જ ટામેટા બજારમાં બહાર સસ્તા ભાવે વેચાઈ રહ્યા છે હાલ સુરતમાં 160 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ટામેટાં વેચાઈ રહ્યા છે.
રિપોર્ટર
સુનિલ ગાંજાવાલા
સુરત