સુરતના જાણીતા બિલ્ડર અશ્વિન ચોવટીયા દ્વારા અમદાવાદમાં આત્મહત્યાના પ્રયાસની ઘટના બન્યા બાદ બિલ્ડરોની ડાયરીના આધારે થતી ઠગાઈનાં મુદ્દાઓ ગુજરાત ભરમાં ગાજ્યો હતો ત્યારબાદ સુરત વરાછા રોડ પર યસ પ્લાઝા ની પાછળ સોસાયટીમાં રહેતા બિલ્ડર પ્રકાશ લીમ્બાચીયાની પણ ત્રણ પ્રોજેક્ટના ફ્લેટમાં મકાન દુકાનની ડાયરી મેળવી 32 કરોડની ઠગાઈની ઘટના સામે આવતા સુરત પોલીસે અંજની ઉફે ગુડ્ડુ પ્રદીપ પોદ્દાર, પિતા પુત્ર ધીરુભાઈ હિરપરા, શ્રેયસકુમાર દલાલ રજનીભાઈ બાબુભાઈ કાબરીયા, ગૌરાંગ બોલારામ અને 21ફ્લેટ ના દસ્તાવેજો ગુડ્ડુ પોદાર પાસે કરનાર મધુસુદન સત્યનારાયણ દરેક વિરુદ્ધ અરજીના આધારે ક્રાઈમ બ્રાન્ચ એ ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. જોકે ગૌરવ સલુંજા, મધુસુદન સત્યનારાયણ દરેકની ધરપકડ કરી તેમના ચાર દિવસના રિમાન્ડ પણ મેળવ્યા હતા ગુડુ પોદ્દરને ઝડપી પાડવા કવાયત હાથ ધરી હતી આરોપી કોર્ટમાં સરન્ડર કરે તે પહેલા ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે તેને કોર્ટ બિલ્ડીંગના ગેટ પાસેથી ઝડપી લીધો હતો.
રીપોટૅર
સુનિલ ગાંજાવાલા
સુરત