સુરતના પાંડેસરા તેરે નામ ચોકડી પાસે ટ્રાફિક જામના કારણે બાઇક સવારો બીઆરટીએસ રૂટમાં ઘૂસી જતાં ઝઘડો થયો હોવાની ઘટના આવી સામે આવી હતી. તેમજ સવાર સુધીમાં તકરાર લડાઈમાં ફેરવાઈ ગઈ અને ઉશ્કેરાયેલા બાઇક સવારે બીઆરટીએસ બસમાં ઘૂસીને ડ્રાઈવરને માર માર્યો હોવાથી બીઆરટીએસ બસના ચાલકોએ બસ સ્થળ પર એકત્ર થઈને વિરોધ કર્યો હતો. જેથી તેરે નામ ચાર રસ્તા પર ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. તેમજ સમગ્ર ઘટનાને પગલે ટ્રાફિક ટીઆરબીના જવાનોએ ટ્રાફિક કંટ્રોલ માટે ટ્રાફિક પોલીસને બોલાવી હતી. તેમજ પોલીસે બીઆરટીએસ બસ ચાલકોને સમજાવી મામલો શાંત પાડ્યો હતો.
રીપોટૅર; સુનિલ ગાંજાવાલા, સુરત