સુરતના ડીંડોલી વિસ્તારમાં દારૂની મહેફિલ પર પોલીસે દરોડો પાડ્યો હતો ડીંડોલી વિસ્તારમાં આવેલ રાજમહેલ કોમ્પ્લેક્સની ઓફિસમાં દરોડો પાડી મહેફિલ માણતા 20 લોકોને રંગે હાથે ઝડપી લીધા હતા જમીન દલાલ અનુરાગ શુક્લાના જન્મદિવસ પર આ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું.ડિંડોલી પોલીસે પીધેલી હાલતમાં તમામ શખ્સોની દારૂ સાથે ધરપકડ કરી હતી