સુરત નાં અડાજણ વિસ્તારમાં બે દિવસ પહેલા મોડી રાત્રે ફિલ્મી ઢબે તમાકુના વેપારીને ચપ્પુના ઘા મારી થયેલી 8 લાખની લૂંટની ઘટનામાં સુરત પોલીસને આંતરિક સફળતા મળી છે. સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે આ ઘટનામાં ત્રણ લુટારુ અને બે ટીપ આપનાર મળી પાંચ આરોપીમાંથી બે આરોપીને ઝડપી પાડ્યા છે. પોલીસે એક ટીપ આપનાર અને એક લુંટારૂને ઝડપી પાડ્યા છે.જેમાં પોલીસને જાણવા મળ્યું છે કે, વેપારીના પૂર્વ કર્મચારીએ જ સમગ્ર લૂંટ કરવા અંગે માહિતી આપી ઘટનાને અંજામ આપ્યો છે. પોલીસે પકડેલા આરોપી પાસેથી 3 લાખ થી વધુનો મુદ્દામાલ અને હુમલો કરાયેલ રેંબો ચપ્પુ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રિપોર્ટર
સુનિલ ગાંજાવાલા