સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ મંદિર ખાતે મોટી દુર્ઘટના ટળી છે. પાવાગઢમાં રોપ વેમાં ટેકનીકલ ખામી સર્જાતાં ઉડન ખટોલામાં બેઠેલા મુસાફરો ફસાઈ ગયા હતા કેબલ ટ્રેક પરથી રોપ વે ઉતરી જતા લોકોના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા સાંજના સાડા સાત વાગ્યાની આસપાસ રોપ વેમાં ટેક્નિકલ ખામી સર્જાઈ હતી. જેને લઈ રોપ – વે ની ઘણી ટ્રોલીઓ ત્યાં જ થંભી ગઈ હતી. આ બનાવના પગલે કેટલાક યાત્રાળુઓ અધવચ્ચે રોપવેમાં ફસાયા હતા જો કે, સમગ્ર બનાવના પગલે વહીવટી તંત્રએ ટેકનીકલ ખામી શોધી ત્વરિત રિપેરિંગ કરવાના પ્રયાસો હાથ ધર્યા હતા રોપ-વે ની ખામી દૂર કરીને ફરી રોપવે ચાલુ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી અડધો કલાકથી વધુ સમય સુધી રોપ વેમાં શ્રદ્ધાળુઓ ઝૂલતા રહ્યા હતા.