સુત્રાપાડા તાલુકાનું હરણાસા ગામ દરિયાની ખૂબ નજીક છે.આ ગામમાં ક્યાંયે શુદ્ધ પીવાનું પાણી ઉપલબ્ધ નથી. ગ્રામજનો પીવાનું પાણી માટે વર્ષોથી અન્ય જગ્યાએથી લઈ આવતા હતા. પરંતુ સરકારના ડિસ્ટ્રીક મિનરલ ફાઉન્ડેશ દ્વારા આ મશીન હરણાસા ગામે લગાવવામાં આવ્યું છે.જે એક કલાકમાં 800 થી એક હજાર લીટર મિનરલ વોટર આપે છે. સુત્રાપાડા ના હરણાસા ગામે રાજ્ય સરકાર દ્વારા લગાવેલા વોટર એટીએમ મશીનથી નહિ નફો નહીં નુકસાનના ધોરણે શુદ્ધ મિનરલ વોટર આપવામાં આવે છે.હરણાસા ગામ ઘણા વર્ષોથી મીઠા પાણી માટે તડપતું હતું.આજે સરકાર દ્વારા લાગેલા આ વોટર એટીએમ મશીન માંથી માત્ર એક રૂપિયામાં એક લીટર આરો પાણી મળતા ગામલોકોમાં અનેરો આનંદ છવાયો છે. માત્ર એક કલાકમાં 800 લીટર શુદ્ધ મીઠું પાણી આપતા આ મશીન દ્વારા આખા ગામને ખુબજ નજીવા દરે મીઠું પાણી મળે છે.માત્ર પાંચ રૂપિયામાં 10 લીટર પાણી આ મશીન આપે છે.આ મશીન દ્વારા વટેમાર્ગુ પણ એક રૂપિયાનો સિક્કો મશીન માં નાખી એક લીટર પાણી મેળવી શકે છે.
રિપોર્ટર ભરતસિંહ જાદવ ગિરસોમનાથ