40.2 C
Ahmedabad
Wednesday, May 14, 2025
spot_imgspot_imgspot_img

સિંહ વસ્તીના અંદાજ મેળવવા માટે ધારી ગીર પૂર્વ વન વિસ્તારમાં અધિકારી-કર્મચારી અને સ્વંય સેવકો સહિત ૫૧૧ જેટલા જોડાયા


અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર અને બોટાદ જિલ્લા સહિત રાજ્યના ૧૧ જિલ્લાઓમાં તા.૧૦ થી ૧૩ મે-૨૦૨૫ દરમિયાન બે તબક્કામાં એશિયાઈ સિંહની વસ્તી ગણતરી થઇ રહી છે ધારી ગીર પૂર્વ વન વિભાગ અંતર્ગત સિંહ વસ્તી અંદાજની કામગીરી હાથ ધરવામાં આવી છે જેમાં રિજનલ અધિકારી, ઝોનલ અધિકારી, ગણતરીકારો, ઓબ્ઝર્વર સહિત ૫૧૧ સ્વંય સેવક સહિતનાઓએ સિંહ વસ્તીની કામગીરીમાં જોડાઇને તેમની ઉત્કૃષ્ટ સેવાઓ આપવાનો ઉમદા પ્રયાસ કર્યો છે સિંહ વસ્તી અંદાજ માટે એશિયાટિક લાયન લેન્ડસ્કેપ મુજબ આશરે ૩૫,૦૦૦ ચોરસ કિલોમીટરનો વિસ્તાર કવર કરવામાં રાજયના ૧૧ જિલ્લાના ૫૮ તાલુકાઓના ૮ રિજિયન, ૩૨ ઝોન અને ૧૧૨ સબ ઝોનમાં સિંહ વસ્તી અંદાજની કામગીરી હાથ ધરવામાં આવી છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -