24.3 C
Ahmedabad
Tuesday, May 6, 2025
spot_imgspot_imgspot_img

સાવરકુંડલાના જીરા ગામે રેલ્વે ટ્રેક પર રાત્રે 4 માસનું સિંહબાળ મહુવા ભાવનગર પેસેન્જર ટ્રેઈન હડફેટે કપાઈ જતાં વન વિભાગમાં મચી દોડધામ; સિંહ પ્રેમીઓમાં ભભૂકી ઉઠયો રોષ…


અમરેલી જિલ્લામા રેલ્વે ટ્રેક સિંહો માટે મોતનો ટ્રેક બન્યો હોય તેમ 10 દિવસમાં ત્રીજા સિંહની મોતની ઘટના ઘટતા સિંહ પ્રેમીઓમાં રોષ ભભૂકયો ઉઠયો છે ત્યારે રાજુલાના ઊચૈયા ગામે 21 જુલાઈએ 2 સિંહો માલગાડી ટ્રેઈન હડફેટે કપાયા બાદ સાવરકુંડલા ના જીરા રેલવે ટ્રેક પર ગત રાત્રે 4 માસનું સિંહબાળ મહુવા ભાવનગર પેસેન્જર ટ્રેઈન હડફેટે કપાઈ જતાં વનવિભાગમાં દોડધામ મચી ગઇ હતી. સાવરકુંડલા ના જીરા ખડકાળા નજીક 50 નંબરના રેલવે ફાટક પર 3 સિંહબાળ સાથે માતા સિંહણ રેલવે ટ્રેક પર રાત્રિના ચડી જતા અચાનક ભાવનગર મહુવા પેસેન્જર ટ્રેન હડફેટે 1 ચાર માસનું સિંહબાળ પેસેન્જર ટ્રેન હડફેટે બે કટકા થઈ જતા ટ્રેઈન થંભાવી દીધી હતી ને વનવિભાગને જાણ કરતા વનવિભાગ મારતે ઘોડે ઘટના સ્થળે પહોચ્યું હતું ધારી વનવિભાગના ડી.સી.એફ. રાજદીપસિંહ ઝાલા પણ પહોચી ગયા હતા રેલવે પોલીસ અને વનવિભાગે રેલવે ટ્રેક પરથી સિંહબાળ ના શબને દૂર કરીને પછી ટ્રેઈન ભાવનગર તરફ રવાના કરી હતી ને અન્ય 2 સિંહબાળ અન સિંહણ ત્યાં નજીક માં ઝાડી ઝાંખરામાં મૃત સિંહબાળ ને શોધવા રઘવાઇ બની હતી ત્યારે 10 દિવસમાં ત્રણ સિંહો ટ્રેઈન અકસ્માતમાં મોતને ભેટતા ટ્રેનની સ્પીડ ઘટે તોજ સિંહો પર અકસ્માતનુ સંકટ દૂર થાય ત્યારે વન વિભાગ દ્વારા લીલીયા થી છેક પીપાવાવ પોર્ટ સુધીના 50 કિલોમીટર માં ટ્રેકર ગાર્ડ રેલવે ટ્રેક પર રાખવા છતાં સિંહોના અકસ્માતે અત્યાર સુધીમાં 30 જેટલા મોત થતા સરકાર દ્વારા સિંહોને બચાવવા કડક પગલાં લઈને ટ્રેઈન સ્પીડ અંગે વિચારવું પડશે તોજ મહામૂલા સિંહો બચી શકશે તેવું સિંહ પ્રેમીઓએ માંગ કરી રહ્યા છે

અશોક મણવર અમરેલી


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -