સાળંગપુર મંદિરમાં ચાલતા હનુમાનજીના ભીતચિત્રોના વિવાદને લઈને બોટાદ તાલુકાના પાળીયાદ ગામના વિહળાનાથની જગ્યા ના મહંત પૂજ્ય નિર્મળાબા મહામંડલેશ્વર દ્વારા મોટું નિવેદન આપતા જણાવવામા આવ્યું હતું કે સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા સનાતન ધર્મના દેવી દેવતાઓનું અવારનવાર અપમાન કરેલ છે. તેમ છતાં સનાતન ધર્મના સાધુ સંતો અને ભક્તો દ્વારા તેમને માફ કરી દેવામાં આવેલ છે.પરંતુ હાલમાં સાળંગપુર મંદિર પરિસરમાં જે હનુમાનજી મહારાજની પ્રતિમા મૂકવામાં આવેલી છે તેની નીચેના ભાગે હનુમાનજીને દાસ બતાવતા ચિત્રો મૂકવામાં આવેલ છે તેનાથી સનાતન ધર્મ ના સાધુ સંતો તેમજ હનુમાનજી મહારાજના ભક્તોની ધાર્મિક લાગણી દુભાય છે. અને આમ અવારનવાર સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો દ્વારા સનાતન ધર્મના દેવી દેવતાઓનું અપમાન કરતા પ્રવચનો પણ કરવામાં આવેલ છે.આ સાથે આ વિવાદનો અંત શાંતિપૂર્ણ રીતે કરવા પ્રયત્ન કરવામાં આવે તેમ પણ પાળીયાદના મહંત પૂજ્ય નિર્મળાબા મહામંડલેશ્વર દ્વારા જણાવવામાં આવેલ છે.