સાળંગપુર ધામ દ્વારા શતામૃત મહોત્સવ અંતર્ગત કષ્ભંજનદાદાના રથનું ભરૂચમાં ભવ્ય વધામણાં સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું.જેમાં લોકોએ હનુમાન દાદાના રથના દર્શન કરીને ભવ્ય વધામણાં કર્યા હતા.આરતી કરી હતી. રાસ ગરબા અને ડીજેના તાલે કષ્ભંજન દાદાના રથનું આગમન થતાં સૌ લોકો હર્ષોલ્લાસથી ઝૂમી ઉઠ્યા હતા.ભરૂચના શ્રાવણ ચોકડી ખાતે દાદાના રથનું ભવ્ય આગમન થયું હતું જેમાં આસ પાસના વિસ્તારના તમામ લોકોએ દાદાના રથને ડીજે સાથે રાસ ગરબાથી વધાવ્યો હતો.અત્રે ઉલ્લખનીય છે કે સાળંગપુર ધામ સ્થિત શ્રી કષ્ભંજનદેવ હનુમાનજી મંદિરનો ભવ્ય પાટોત્સવ ઉજવાશે જેના ભાગ રૂપે કષ્ભંજન સાળંગપુર હનુમાનજી મંદિરેથી એક દિવ્ય રથ ભરૂચ શહેરમાં આવી પહોંચ્યો હતો.ભરૂચ શહેરમાં શ્રવણ ચોકડી, શકિતનાથ, પાંચબત્તી જેવા અલગ અલગ વિસ્તારમાં રથે નગરભ્રમણ કર્યું હતું.સ્વામિનારાયણ સંપ્રદાયના ગોપાળાનંદ સ્વામી દ્વારા 175 વર્ષ પહેલા સાળંગપુરમાં કષ્ભંજનદેવ હનુમાનજીની પ્રાણ પ્રતિષ્ઠા કરી ભવ્ય મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે.સાળંગપુરમાં હનુમાનજી સાક્ષાત બિરાજે છે અને લોકોના કષ્ટો અહીં દૂર થતાં હોવાથી અહીંના હનુમાનજી દાદા કષ્ટભંજન દેવ તરીકે ઓળખાવા લાગ્યા.આવતા દિવસોમાં સાળંગપુર હનુમાનજી મંદિરમાં શાતમૃત મહોત્સવ યોજાવાનો હોય 600 વિધા જમીનમાં ભવ્ય આયોજનની તૈયારી સાળંગપુરમાં થઈ રહી છે.આ મહોત્સવનું નિમંત્રણ આપવા માટે સમગ્ર ગુજરાતમાં બે રથો રવાના થયાં છે.
રિપોર્ટર:- કેતન મહેતા, ભરૂચ.