સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરે આજે શનિવારના વિશેષ દિવસે દાદાને ત્રિરંગાની થીમવાળા સુંદર વાઘા પહેરાવવામાં આવ્યા હતા અને સિંહાસનને 200 કિલોથી વધુ મિક્સ ફુલોથી ભવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજીની પ્રેરણા અને કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ સવારે મંગળા આરતી અને શણગાર આરતી યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં હરિભક્તોએ દર્શનનો લાભ લીધો હતો. પૂજારી સ્વામીએ જણાવ્યું હતું કે ગોંડલના એક ભક્તે 10 દિવસની મહેનતે આ ત્રિરંગા વાઘા બનાવીને મોકલ્યા છે અને આજે સાંજે પાંચથી સાત વાગ્યા દરમિયાન દાદાનું રાજોપચાર પૂજન પણ કરવામાં આવશે. મંદિર પરિસરમાં મારુતિ યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
સાળંગપુરમાં હનુમાન દાદાને ત્રિરંગા વાઘા અને મિક્સ ફુલોનો શણગાર, સાંજે રાજોપચાર પૂજન
By cradmin
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -