સાયબર ક્રાઈમની ઘટનાઓ સતત વધી રહી છે. તેમજ ફ્રોડ કરનારા લોકો પણ દરેક મોકાનો લાભ ઉઠાવે છે. ત્યારે રાજકોટ સાયબર ક્રાઈમ પોલીસ ઈન્સ્પેક્ટર કે.જે.મકવાણાએ વેધર રિપોર્ટ મોકલવાના બહાને મોકલવામાં આવતી કોઈ પણ લિન્ક ના ખોલવા જણાવ્યું હતું તેમજ વધુ માં તેઓએ કીધું હતું કે જ્યારે મોબાઈલ પર કોઈ લીંક મોકલવામાં આવે છે અને તે લિંક ઓપન કરવામાં આવે છે ત્યારે મોબાઈલનો બધો ડેટા સ્ક્રીન શેરિંગના માધ્યમથી હેકરના મોબાઈલમાં જતો રહે છે. તેમજ આ એપ્લીકેશન ટીમ વ્યુઅર કે પછી એની ડેસ્ક ગમે તે હોઈ શકે છે. આ માધ્મયથી તેઓ તમારો ફાયનાન્સ ડેટા અને સેન્સિટિવ ડેટા લઈ શકે છે. તેમજ તમારો પર્સનલ ડેટા લઈને તે તમને બ્લેક મેઈલ પસં કરી શકે છે અત્યારે વાવાઝોડાની અસર સમગ્ર સૌરાષ્ટ્રમાં જોવા મળી રહી છે.ત્યારે ફ્રોડ કરનારા સૌરાષ્ટ્રના અને તેનાથી બહારના પણ હોઈ શકે છે. જેથી સાયબર ક્રાઈમ પોલીસ ઈન્સ્પેક્ટરે લોકોને અપિલ કરતા કહ્યું કે જો તમને વાવાઝોડાને લગતી કોઈ લિંક આવે તો આ લિંક ઓપન કરવી નહીં.કારણ કે આ લિંક ઓપન કરવાથી ડેટા હેકર્સ ચોરી કરી તમને બ્લેક મેઈલ કરી શકે છે. આ સિવાય પણ જો તમને બીજી લીંક મોકલવામાં આવે તો પણ તેને ઓપન ન કરવાનું તેઓએ જણાવ્યું હતું. તેમજ પોલીસ ઈન્સ્પેક્ટરે વધુમાં કહ્યું કે જો તમારે વેધર રિલેટેડ સમાચાર જોવા હોય તો તમે ન્યુઝના માધ્યમથી પણ સમાચાર વાંચીને કે ટીવીમાં જોઈને સમાચાર મેળવી શકો છો.