ભચાઉ તાલુકાના સામખયારીથી શિકારપુર સુધીનો 23 કિલોમીટર રોડ 15 કરોડના ખર્ચે નવો બનાવવામાં આવ્યો છે બની ગયા ને બે મહિના જેટલો સમય થઈ ગયો છે જેમાં સાઈટની પટડીઓમાં અમુક જગ્યાએ માટી નાખવામાં આવી છે એ પણ સાઈડમાંથી ખોદાણ કામ કરીને જેસીબી વડે નાખવામાં આવી છે એમાં પણ લોટ પાણી લાકડા જેવો ઘાટ સર્જાઇ રહ્યો છે ત્રણ ત્રણ ફૂટ જેટલા ખાડાઓ જોવા મળી રહ્યા છે. આવનારા દિવસોમાં વરસાદની પણ શરૂઆત થવાની છે જો સાઈડમાં માટી ભરવામાં ન આવે તો રોડને નુકસાન થઈ શકે તેમ છે. તેમજ અકસ્માતની પણ ઘટના બની શકે છે