અતિશય ભંગાર બનેલા શામળાજી ચિલોડા નેશનલ હાઇવે ફરી એકવાર થાગડ થીગડ ભર્યો બન્યો છે, હાઇવે પર ઠેક ઠેકાણે ખાડાઓ પર થીગાડાંઓ ઉપસેલા દેખાવા લાગ્યા છે… મોતીપુરા ચોકડી હોય, સહકારી ચોકડી હોય ગાંભોઈ ચોકડી હોય જ્યા જુવો ત્યા ખાડાઓને લઈને વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે… જેને કારણે અત્યાર થી હાઇવે જોખમી પણ ભાસવા લાગ્યો છે આમ તો નેશનલ હાઈવે પર થી રોજના ૮ હજારથી પણ વધુ વાહનો પસાર થાય છે અને આ ખાડામાં પડે છે જેના કારણે વાહનો ને પણ નુકશાન થાય છે. છેલ્લા ચાર વર્ષથી નેશનલ હાઈવે ૮ પર સીક્સ લેનનુ કામ ચાલી રહ્યુ છે જે મંદ ગતીએ ચાલી રહ્યુ છે.. વાહન ચાલકોના આક્ષેપ કરી રહ્યા છે કે અહિ સરકારી હોસ્પીટલ અને ખાનગી હોસ્પીટલ વઘુ આવેલ છે પરંતુ અહિ એમ્બુલન્સ ફસાવાના પણ બનાવો બને છે… જે વાહન ચાલકો દરરોજ અપડાઉન કરતા હોય છે તેમના વાહનોને વારંવાર રીપેરીંગ કે વ્હીલ બેલેન્સીંગ કરાવુ પડે છે તો અકસ્માતનો પણ ભય સતાવે છે… હાઈવે ની હાલત એટલી ખરાબ થઈ ગઈ છે કે જ્યા પુલનુ કામ બાકી છે ત્યા સર્વિસ રોડ કે હાઈવે પર વરસાદી પાણી ભરાય છે અને વાહનચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે …
ઉમંગરાવલ સાબરકાંઠા