સાબરકાંઠા જિલ્લા પોલીસ વડા વિશાલ વાઘેલાને ફુલવર્ષા સાથે વિદાય આપવામાં આવી હતી સાબરકાંઠા જિલ્લા પોલીસ વડા વિશાલ વાઘેલાની બદલી થતા તેમણે આજે ચાર્જ છોડ્યો હતો
સાબરકાંઠા જિલ્લા પોલીસ વડા તરીકે વિજય પટેલે ચાર્જ સંભાળ્યો હતો જિલ્લા પોલીસ વડાની ચાર્જ આપ-લે કર્યા બાદ એક કલાક ચર્ચા થઈ હતી SOG, LCB સ્ટાફ સહિત હેડક્વાર્ટસ કર્મચારીઓ અને અધિકારીઓ ફૂલ વર્ષા કરી વિદાય આપી હતી કચેરી બહાર ગાર્ડ ઓફ ઓનર બાદ બેન્ડ સાથે કારમાં જિલ્લા પોલીસ વડાને વિદાય આપવામાં આવી હતી સાબરકાંઠા જિલ્લા પોલીસ વડા વિશાલ વાઘેલાની ગાંધીનગર ખાતે નાયબ પોલીસ નિરીક્ષક બઢતી સાથે બદલી થઈ છે